ખાસ-ખબર સંવાદદાતા
રાજ્ય સરકાર દ્વારા અગામી 12 થી 14 જૂન દરમિયાના રાજ્યમાં ક્ધયા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ નું આયોજન કરવામાં આવ્યુ છે. શાળા પ્રવેશોત્સવ માટે દરેક જિલ્લા અને નગરમાં એક નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. શાળા પ્રવેશોત્સવ માં તાલુકાની એક જ ક્લસ્ટરની ત્રણ પ્રાથમિક શાળાનો રૂટ તૈયાર કરવામાં આવશે. એક તાલુકામાં અલગ અલગ ત્રણ કલસ્ટર તૈયાર કરવામાં આવશે. રાજ્ય શિક્ષણ વિભાગની સુચના મુજબ શાળા પ્રવેશોત્સવ માં સ્કૂલ ઓફ એક્સિલન્સ હેઠળ આવતી શાળાને આવરી લેવામાં આવે.
શાળા પ્રવેશોત્સવ માટે બીઆરસી અને સીઆરસી શિક્ષકોને ખાસ સુચના આપવામાં આવી છે. જેમ કે તાલુકાની તમામ શાળાઓની સિધ્ધિઓ અને ભવિષ્યનું ઓયજન સાથેનું પ્રેજટેશન તૈયાર કરવું. શાળા પ્રવેશોત્સવ માં શિક્ષણ વિભાગ ઉપરાંત મહિલા અને બાળ વિભાગ, સામાજિક ન્યાય અધિકારીકતા વિભાગ, આદિજાતિ વિભાગ, આરોગ્ય વિભાગ અને વન અને પર્યાવરણ વિભાગ પણ જોડાશે. શાળા પ્રવેશોત્સવ માટે શાળાઓએ પ્રવેશપાત્ર બાળકોની સચોટ સર્વે કરી અને નામાંકન પ્રક્રિય પૂર્ણ કરવાની રહેશે. શાળાની સ્વચ્છતા ખૂતલાં વેકેશન પૂર્વે થઇ જાય તેવી યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે. વાલીઓ તથા લોકોને આ કાર્યક્રમમાં આમત્રણ આપવું તથા નામાંકન અને પ્રવેશોત્સવ કાર્યક્રમમાં તેમનો સહયોગ લેવો. શાળાના નામાંકન તથા પ્રવેશોત્સવનું સમગ્ર આયોજન શાળા વ્યવસ્થાપન સમિતિ સંકલનમાં રહીને કરવાનું રહેશે.
12થી 14 જૂન શાળા પ્રવેશોત્સવ ઉજવણી: તાલુકા દીઠ 9 શાળાઓનું મૂલ્યાંકન કરાશે
