જિલ્લામાં ડિજિટલ ક્ધટેન્ટ બનાવી લોકોને મતદાન કરવા માટે કરશે પ્રેરિત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
- Advertisement -
જૂનાગઢ સોશિયલ મીડિયાનો જનમાનસ પર એક આગવો પ્રભાવ છે, ત્યારે ડિજિટલ કોન્ટેન્ટ ક્રિએટ કરતા એવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયા સાથે સંવાદ કર્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારીએ ખાસ કરીને લોકશાહીની સાર્થકતા અને મજબૂતી માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે વિશદ ચર્ચા કરી હતી. કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં જૂનાગઢના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરોએ મતદાન જાગૃતિ માટેની ઝુંબેશમાં સહયોગ આપવા ઉત્સાહભેર તૈયારી દર્શાવી હતી.
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ડિજિટલ કોન્ટેક્ટ બનાવી લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરશે. આમ, જૂનાગઢના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મતદાન જાગૃતિ અર્થેનું કોન્ટેન્ટ બનાવી લોકશાહીના મહાપર્વમાં નવા ’રંગ’ ઉમેરશે તથા જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, ઉત્સાહથી ભરેલા યુવાઓ દેશનું ભવિષ્ય છે, ત્યારે યુવાઓ સહિત દરેક મતદાતા મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે ખૂબ જરૂરી છે. તેમણે પારદર્શક ચૂંટણી પ્રક્રિયાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ઇવીએમ ટટઙઅઝ દ્વારા પારદર્શક રીતે ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવે છે. રાજકીય પક્ષોની હાજરીમાં રેન્ડેમાઈઝેશન કરવામાં આવે છે. આ રેન્ડેમાઈઝેશન સહિતની પ્રક્રિયાઓની વિડીયોગ્રાફી કરવામાં આવે છે, યોગ્ય રીતે મત થાય છે તે માટે મોકપોલ કરવામાં આવે છે. કુલ મતદાન મથકોના 50 ટકા મતદાન મથકોનું વેબકાસ્ટિંગ કરવામાં આવે છે.