ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢના સુખનાથ ચોક વિસ્તાર, બંગલા પાછળ, ખાપરા કોઢીયાની ગુફા પાસે રહેતો 30 વર્ષીય એજાઝશા ઉર્ફે એજલો ઇસ્માઈલશા રફાઈ માથાભારે હોય જેથી તેના વિરુઘ્ધ ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાના માર્ગદર્શનમાં એ. ડિવિઝન પીઆઈ આર. કે. પરમારે તડીપારની દરખાસ્ત કરી હતી.
જેના આધારે એસડીએમ દ્વારા શખ્સની અસામાજિક પ્રવૃત્તિ ને ધ્યાને લઈ હદપારી મંજુર કરવામાં આવી હતી. જે હુકમની બજવણી કરી જૂનાગઢ જિલ્લામાંથી 6 માસ માટે કરવામાં આવ્યો હતો. વિસ્તારમાં આ શખ્સનો ત્રાસ છેલ્લા ઘણા સમયથી હતો.જેના લીધે પોલીસે હદપાર ભંગના પગલા ભારત અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.