વિદ્યાર્થીઓ અને વાલી મંડળ દ્વારા આવેદનપત્ર આપી ફી વધારો પરત ખેંચવા માંગ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
- Advertisement -
જૂનાગઢ રાજ્યની જીએમઈઆરએસ કોલેજ ખાનગી કરણના માર્ગે જતી રહી હોઈ તેમ એમબીબીએસના અભ્યાસક્રમમાં તોતિંગ ફી વધારો કરતા વિદ્યાર્થીઓમાં ભારે વિરોધ ઉઠવા પામ્યો છે ફી વધારો પાછો ખેંચવાની માંગ સાથે વિદ્યાર્થીઓ અને વાલી મંડળ દ્વારા કલેકટર કચેરી તેમજ સાંસદ કાર્યાલય સહીત જગ્યાએ આવેદન પત્ર આપીને ફી વધારો પાછો ખેંચવાની બુલંદ માંગણી ઉઠી છે.
સરકાર દ્વારા જીએમઇઆરએસ કોલેજમાં એમબીબીએસના અભ્યાસક્રમમાં અસહ્ય ફી વધારાો કરી દેવાયો છે તે ગરીબ અને મઘ્યમવર્ગ માટે આર્થિક ફટકા સમાન છે અત્યાર સુધી સરકારી કોટાની ફી રૂા.3.30 લાખ હતી તે હવે વધારી 5.50 લાખ અને મેનેજમેન્ટ કોટાની ફી 9 લાખથી વધારી 17 લાખ કરી દેવામાં આવી છે. તેમાં પણ આ વર્ષે નીટની પરીક્ષામાં થયેલી ગેરરિતીઓને કારણે મેરિટનું કટ ઓફ ઘણુ જ ઉંચુ ગયુ છે અને હજુ સુધી વિદ્યાર્થીઓને અન્ય મળ્યો નથી. હવે ફી વધારાએ જખમ પર નકમ ભભરાવવાનું કામ કર્યુ છે. આજના સમયે ગ્રામ્ય વિસ્તારોમાં ડોકટરોની ખાસ જરૂર છે ત્યારે સરકારી બેઠકો વધારવાની જગ્યાએ તોતિંગ ફી વધારો ગરીબ અને મઘ્યમવર્ગના બાળકોના ડોકટર બનવાના માર્ગ બંધ કરી દેશે તે ચોકકસ છે. આથી ફી વધારો રદ કરી તગ વર્ષ જેટલી જ ફીનું ધોરણ રાખવા આવેદનના અંતે માંગ કરી છે.