ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ ગ્રામ્ય અને જુનાગઢ શહેર જિલ્લાકક્ષા નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધા આગામી તા.26 સપ્ટેમ્બરના રોજ યોજાશે આ સ્પર્ધામાં પ્રાચીન ગરબા તથા અર્વાચીન ગરબામાં 14 થી 35 વર્ષના બહેનો ભાગ લઈ શકશે. જ્યારે રાસની સ્પર્ધામાં 14 થી 40 વર્ષ સુધીના ભાઈઓ/બહેનો ભાગ લઈ શકશે.રાસ તથા પ્રાચીન-અર્વાચીન ગરબાનો સમય 6 થી 10 મીનીટ નો રહેશે. રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબામાં ભાગ લેનાર વ્યક્તીઓની સંખ્યા 12 થી 16 રાખી શકાશે અને સાથે સંગીતકાર 4 રાખી શકાશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ નિયત પ્રવેશપત્ર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, બ્લોક નંબર 1/1, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ ખાતેથી સંપર્ક કરી મેળવી લેવું તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવ્યું છે.
જૂનાગઢ ગ્રામ્ય અને જિલ્લા કક્ષાની નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધા 26મીએ યોજાશે
