ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના મોતીબાગ રોડ પર કાલરીયા સ્કૂલ સામે બેઠેલા બે મિત્રોએ એક એકટીવા ચાલકને તેમના સ્કૂટર બાબતે ટપારતા આ બાબતે રબારી પિતા પુત્ર સહિત સાત ઈસમોએ પ્લાસ્ટિકના પાઈપ સહિત હૂમલો કરતાં બંન્ને યુવાનોને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાવુ પડ્યું હતું ઘટનાના પગલે મોતીબાગ વિસ્તારમાં અજંપાનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતોફરિયાદી રાહુલભાઇ કાંધાભાઇ સીંધવ ઉ.વ.18 રહે. જુના ગળોદર તા. માળીયા હાટીના જી. જૂનાગઢ હાલ રહે ગાંધીગ્રામ હાટી ક્ષત્રીય સમાજ બોર્ડીંગ જૂનાગઢ વાળાએ પોલીસને પોતાની ફરિયાદ આપતા જણાવ્યું હતું કે ફરિયાદી રાહુલ સીંધવ તથા સાહેદો મોતીબાગ પાસે આવેલ કાલરીયા સ્કુલની સામે આવેલ નવી હાઉસીંગની નીચે આવેલ બંધ દુકાનો પાસે બેસેલ હોય તે દરમ્યાન બે છોકરાઓ એકટીવા લઇને આવતા તેની સાથે એકટીવા બાબતે ફરીયાદી તથા સાહેદ જગદિશભાઇને બોલાચાલી થતા તે બાબતે આરોપી એક અજાણ્યો મોટર સાયકલ વાળો ભાઇ આવી અને અમારા છોકરાઓને કેમ દબાવો છો, તેવું કહી ફરિયાદી રાહુલ સીંધવ,તથા સાહેદ જગદિશ સીસોદીયા,તથા ફરિયાદી સાથેના તેના અન્ય મિત્રો,ને ભુંડી ગાળો કાઢી અને માર મારવા ફોન કરી અન્ય આરોપીઓને બોલાવતા જેમા આરોપી સુરેશ પ્રતાપ રબારી,તથા વિક્રમ રબારી, રહે.બન્ને ગાંધીગ્રામ તથા બીજા ત્રણ અજાણ્યા માણસો, કાળા કલરની સ્કોર્પીયો ગાડી તથા એક સફેદ કરલની એક્ષેસ મોટર સાયકલમા પ્લાસ્ટકીના પાઇપ તથા લાકડી લઇ આવી તમામ આરોપીઓએ ગેરકાયદેસરનો પોતાનો સમાન ઇરાદો પાર પાડવા તથા સા.જગદીશ વિક્રમભાઇ સીસોદીયાને ભુંડી ગાળો આપી આરોપી સુરેશભાઇએ લાકડી વડે તથા આરોપી વિક્રમભાઇએ પ્લાસ્ટીકના પાઇપ વડે તથા સુરેશભાઇના કહેવાથી તેના દિકરાએ પ્લાસ્ટીકના પાઇપ વડે તેમજ બાકીના આરોપીઓએ ઢીકા પાટુ વડે તથા તપાસ દરમ્યાન ખુલે તે તમામ આરોપીઓએ ફરી તથા સાહેદોને શરીરે આડેધડ મારમારી તેમજ ફરિયાદી સાથેના તેના અન્ય મિત્રોને પણ ઢીકાપાટુનો માર મારી ફરીયાદી રાહુલ સીંધવ તથા સાહેદને શરીરે ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદના આધારે પોલીસે આરોપી સુરેશ પ્રતાપ રબારી,વિક્રમ રબારી,રહે. બન્ને ગાંધીગ્રામ એક અજાણ્યો પુરૂષ મોટર સાઇકલ વાળો સુરેશ રબારી નો દિકરો, તેમજ અન્ય ત્રણ અજાણ્યા વ્યકતીઓ તથા તપાસમાં ખુલે તે આમ હાલ કુલ સાત ઈસમો સામે આઈપીસીની કલમ 143, 147, 149, 323, 294(ખ), 506(2), જી.પી.એકટ ક.135 અન્વયે ગુન્હો નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી બનાવની તપાસ સી ડિવિઝન પોલીસ સ્ટેશન પી.એસ.આઇ.જે.એમ.વાળા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.