સ્થાનિક લોકો મનપા કચેરી ધરણા પર ઉતર્યા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરનાં જવાહર રોડ પર આવેલ મુખ્ય સ્વામીનારાયણ મંદિરનું હાલ બાંધકામ સહિત કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે મંદિર બહાર રોડ પર આવેલ પીપળાને દૂર કરવાની પહેરવી સામે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને તેવુ જણાવ્યુ હતુ કે, આ પ્રાંચીન પીપળો છે અને વર્ષોથી અહીંના સ્થાનિક લોકો ગરબીનું આયોજન કરે છે. ત્યારે સ્થાનિક લોકોનાં મતે હાલ ગરબી ચોક પર દબાણ ઉભુ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. જેને સ્થાનિક લોકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો અને ગરબી ચોકને ખુલ્લો કરવા સાથે જૂનાગઢ મહાનગરપાલિકા કચેરી ખાતે જનતા ગેરેજના આગેવાનો સાથે સ્થાનિક રહીશો મનપા કચેરી ખાતે ધરણા પર ઉતરી આવ્યા હતા અને મનપા કમિશ્ર્નરને રજૂઆત કરી હતી કે, મંદિરનાં સંચાલકો દ્વારા જે રીતે પતરાના શેડ મારીને ગરબી ચોકમાં આવેલ પ્રાચિન પીપળાને હટાવવામાં આવશે તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
- Advertisement -
ત્યારે મનપાના અધિકારીઓ દ્વારા આશ્ર્વાસન આપવામાં આવ્યુ હતું. જે કંઇ હશે તેમાં યોગ્ય પગલા ભરવની ખાત્રી આપી હતી. હવે મનપા દ્વારા શું પગલા ભરવામાં આવશે અને કેવી કાર્યવાહી કરવામાં આવશે તે એક મોટો સવાલ છે.