ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ આગામી દિવાળીના તહેવારો નિમિતે એસટી વિભાગ દ્વારા દાહોદ ગોધરા સહિતના આદીવાસી વિસ્તારોમાં વધારાની 117 એસટી બસો દોડાવવામાં આવશે. જેમાં આજ તા.7 થી 11 નવેમ્બર સુધી દિવાળીના પર્વને લઇને એસટી બસો ખાસ દોડાવવામાં આવશે. તેમ એસટી વિગાગના નિયામક શ્રીમાળી દ્વારા જણાવવામાં આવ્યુ છે. આદીવાસી વિસ્તારના લોકોને મુસાફરીમાં અગવડતા ન પડે અને સહેલાઇથી મુસાફરી કરી શકે તે માટે એસટી વિભાગે ગૃપ બુકીંગની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
જૂનાગઢ એસટી વિભાગ દ્વારા દિવાળી પર્વે આદિવાસી વિસ્તારોમાં 117 બસો દોડશે
