ગાંજાના 34 છોડ અને સૂકો ગાંજાની કિંમત રૂ.1.79 લાખનો જથ્થો ઝડપાયો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં નશીલા પદાર્થનું વાવતેર તથા વેંચાણ કરનાર સાથે કડક હાથે કામગીરીની સૂચના રેન્જ આઇજી નિલેશ જાંજડીયા અને એસપી હર્ષદ મેહતા દ્વારા અપાતા જૂનાગઢ એસઓજી પીઆઇ એ.એમ.ગોહીલ તથા સ્ટાફના ઈરફાન રૂમી અને રમેશભાઈ માલમને મળેલી હકીકતના આધારે માંગરોળ તાલુકાના શીલ વિસ્તારના ઓસા ઘેડ ગામ માંથી સૂકો ગાંજાનો જથ્થો 630 ગ્રામ તથા ગાંજાના છોડ નંગ 34 મળી કુલ 17.915 કિલો ગ્રામ જેની કુલ રૂ.1.79.150ના મુદામાલ સાથે આરોપી નરશી મુળુભાઈ ખાખસ ઉ.62 રહે,ઓસા ઘેડ વાળને ઝડપી એનડીપીએસ એક્ટ હેઠળ શીલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ શીલ પોલીસ ચલાવી રહી છે ઝડપાયેલ આરોપીની વધુ તપાસમાં 2002ના વર્ષમાં શીલ પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો નોંધાયેલ છે અને તે આજીવન કેદની સજા ભોગવી જેલ માંથી મુક્ત થયેલ છે.