ચૂંટણી અન્વયે કાયદો વ્યવસ્થા જાળવવા ચાંપતી નજર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.05
- Advertisement -
જૂનાગઢ રેન્જ આઇજી નીલેશ જાંજડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ અધીક્ષક હર્ષદ મહેતાની સુચના અનુસાર જિલ્લામાં લોકસભા ચૂટણી અન્વયે કાયદો વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે તે માટે ગેરકાયદેસર હથીયાર પકડી પાડવા આદેશ કરતા એસોજી પીઆઇ પી.કે.ચાવડા અને પીએસઆઈ એસ.એ.સોલંકી તથા પોલીસ સ્ટાફે સતાલપુરના યુવકને દેશી હાથ બનાવટની બંદુક સાથે ઝડપી પાડયો હતો.
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ ચૂંટણી સમયે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તેના માટે જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિ પર લગામ કસવા એસોજી પોલીસ વંથલીના તાલુકામાં પેટ્રોલીંગમાં હતી ત્યારે ખાનગી રાહે મળેલી હકીકતના આધારે સતાલપુર ધારનો યુવક અકબર ઊર્ફે અકુળો ગનીભાઇ લાકડ ઉ.24 નામના યુવાનને સાંતલપુર ધાર પાસેના ધણસેરમા આંટાફેરા મારતો હોવાની બાતમી મળતાં પોલીસ સ્ટાફે દબોચી લીધો હતો અને તેની પાસેથી રૂ.2000ની કિમંતનો દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે અકબર લાકડને ઝડપી આર્મ્સ એક્ટ મુજબ વંથલી પોલીસમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે એસોજી પોલીસે વધું એક ગેરકાયદેસર હથીયાર સાથે એક યુવકને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.