ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ માતૃશ્રી રમાબાઈ આંબેડકના જન્મદિવસ નિમિત્તે ભાજપ અનુસુચિત જાતિ મોરચો તેમજ ડોક્ટર સેલના સંયુક્ત ઉપકર્મે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ રોગના નિષ્ણાતો ડોક્ટર ટીમ દ્વારા બહેનોનું નિદાન કરવામાં આવ્યું તે નિદાન કેમ્પમાં વિશાળ સંખ્યામાં અનુસૂચિત જાતિની બહેનો હાજર રહીને આ કેમ્પનો લાભ લીધેલ કેમ્પનું ઉદઘાટન મેયર ગીતાબેન પરમાર અને પ્રદેશ ઉપાધ્યક્ષ જીતુભાઈ મણવર દ્વારા કરવામાં આવ્યું મેડિકલ કેમ્પમાં અનુ.જાતિના પ્રમુખ પ્રવીણભાઈ વાઘેલા, જીવાભાઇ સોલંકી, દિવાળીબેન પરમાર, બ્રિજેશાબેન સોલંકી, મહામંત્રી જીતેશભાઈ પરમાર તેમજ પ્રદેશના સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ દિનેશભાઈ વાળા તેમજ મીડિયા સેલના સહ ક્ધવીનર વિજયભાઈ દાફડા સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતો.