અસામાજિક પ્રવૃત્તિ કરનાર 221 ઈસમો ઝપટે ચડયા: છરી,ચપ્પા,પીધેલ સહીત સામે કાર્યવાહી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા નવ નિયુક્ત એસ.પી.હર્ષદ મેહતાએ માંગરોળ વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિને અંકુશમાં લાવવા મેગા ડ્રાઈવ રાખવામાં આવી હતી જેમાં માંગરોળ શહેર તેમજ મરીન વિસ્તાર માં કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેના લીધે અસામાજિક તત્વો માં ફફડાટ ફેલાયો હતો.
- Advertisement -
જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા માંગરોળ શહેર અને મરીન પોલીસ સ્ટેશનના સંવેદનશીલ વિસ્તારોમાં મેગા કોમ્બિંગ યોજવામાં આવેલ જેમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા કુલ 221 ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી આ સરપ્રાઈઝ કોમ્બિંગમાં એસપી હર્ષદ મેહતા,ડીવાયએસપી ડી.વી.કોડિયાતર, પીઆઇ એસ.આઈ.મંધરા.પીએસઆઈ એસ.એ.સોલંકી સહીત પોલીસ કાફલાએ માંગરોળ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વાહન ચેકીંગ સહીત સંવેદનશીલ વિસ્તારોમાં ચાલીને પેટ્રોલિંગ કર્યું હતું આ મેગા ડ્રાઈવમાં છરી, ચપ્પા જેવા હથિયાર સાથે 5 ઈસમો ઝડપાયા હતા અને વાહન ચેકીંગ દરમિયાન નંબર પ્લેટ વગરના તથા ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો કુલ 72 વિરુદ્ધ કાર્યવાહી કરી હતી પ્રોહીબિશન ના 4 કેશ અને દારૂ પીધેલ હાલતમાં કુલ 138 ઈસમો સામે ધોરણસર કાર્યવાહી કરી હતી આમ કુલ 221 અસામાજિક પ્રવૃત્તિ કરનાર ઈસમો સામે લાલ આંખ કરતા માંગરોળ શહેરમાં આવારા અને લુખ્ખા તત્વો માં ફફડાટ ફેલાયો હતો.