આગામી તા.26ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી ખાતમુર્હુત કરશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ નવાબી કાળના રેલવે સ્ટેશનને રૂા.232 કરોડના ખર્ચે કાયા પલટ કરવામાં આવશે. આગામી 26 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે છે ત્યારે જૂનાગઢ રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલી ખાતમુર્હુત કરશે. તદ ઉપરાંત પ્રધાનમંત્રી હસ્તે માળીયા અને કેશોદ અંડરપાસ તેમજ વેરાવળ સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરશે.
જૂનાગઢ રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવા અગાઉ જાહેરાત થઇ ચુકી હતી જે અનુસંધાને રૂા.232 કરોડના ખર્ચે રેલવે સ્ટેશનનું આધુનિકરણ કરવામાં આવશે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ચ્યુઅલી રીતે રેલવે સ્ટેશનનું ખાતમુર્હુત કરવામાં આવશે. આમ વર્ષોથી જૂનાગઢ રેલવે સ્ટેશન આધુનિકરણ માટે રાહ જોતુ હતુ. ત્યારે હવે મુસાફરોને જૂનાગઢનું રેલવે સ્ટેશન આગામી દિવસોમાં આધુનિકણ સાથે જોવા મળશે. જેમાં અનેક પ્રકારની સુવિધા સાથે નવિનીકરણ કરવામાં આવશે. તેની સાથે માળીયા હાટીના અને કેશોદ અંડરબ્રીજ સાથે વેરાવળ રેલવે સ્ટેશનનું પ્રધાનમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવશે.