વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકોએ પોલીસનો સંપર્ક કરવો, ઓછા વ્યાજની લોન માટે માહિતી અપાઇ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં વ્યાજના વિષક્રમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા પોલીસ દ્વારા સતર્કતા અભિયાન કરવામાં આવ્યુ હતુ જેમાં જુદી-જુદી બેંકના અધિકારીઓએ હાજર રહી લોકોને ઓછા વ્યાજની લોન વિશે માહિતી આપી હતી. કોઇપણ વ્યક્તિ વ્યાજમાં ફસાયો હોય તો તે પોલીસનો સંપર્ક કરવા જણાવ્યુ હતુ.
જૂનાગઢ જિલ્લામાં અનેક લોકો વ્યાજના વિષચક્માં ફસાયા હતા ગત મહિને વ્યાજખોરોએ વ્યાજની ઉઘરાણી માટે યુવાનની હત્યા કરી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા વ્યાજખોરો વિરૂઘ્ધ ઝુબેશ કરવામાં આવી હતી. જેમાં 45થી વધુ વ્યાજખોરો સામે 37 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા હતા તેમજ 250 જેટલા ચેક, આરસી બુક, મકાનના દસ્તાવેજ, સાટાખત કબ્જે કર્યા હતા. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો પોલીસ સુધી પહોંચે તે માટે વ્યાજખોરો વિરૂઘ્ધ સતર્કતા અભિયાન યોજાયુ હતુ. જેમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આઇજી, એસપી સહિતના અધિકારીઓ, મનપાના પદાધિકારીઓ તેમજ ખાનગી તેમજ સરકારે બેંકના અધિકારીઓ હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત 400 જેટલા લોકોને ઓછા વ્યાજની લોન તેમજ સરકારની અલગ-અલગ લોન સહાય યોજના અંગે માહિીતી આપવામાં આવી હતી. પોલીસે ઉપસ્થિત લોકોને વ્યાજના વિષચક્રમાં ફસાયા હોય તેવા લોકો પોલીસનો સંપર્ક કરે તેને મદદ કરવા ખાત્રી આપવામાં આવી હતી.