ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નોંધ લઈને ટવીટ કરી અભિનંદન આપ્યા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં પડેલ અતિથિ અતિ ભારે વરસાદના કારણે જે સ્થિતિનું નિર્માણ થયું ત્યારે જૂનાગઢ પોલીસ પરિવાર લોકોની વાહરે આવ્યું હતું અને ખરા અર્થમાં પોલીસ પ્રજાની મિત્રએ સૂત્રને સાર્થક કર્યું હતું જૂનાગઢમાં 10 ઇંચ અને ગિરનાર પર્વત પર 15 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા જૂનાગઢમાં પૂર જેવી સ્થતિનું નિર્માણ થયું હતું એવા ખરા સમયે જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી સહિતનો પોલીસ સ્ટાફ બહાર નીકળી ગયો હતો અને જે વિસ્તારમાં ફસાયેલ લોકોનું રેસ્ક્યુ કરી બહાર કાઢીને સલામત સ્થેળ ખસેડવામાં આવ્યા હતા.
- Advertisement -
જેમાં કેડ સમા પાણીમાં ઉતરીને જોવાના જોખમે પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા કુલ 8 થયો વધુ જગ્યાએ તમામ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી દ્વારા રેસ્ક્યુ કરીને નાના બાળકો મહિલા અને વૃદ્ધ સહિતના લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા જેની નોંધ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ ટવીટ કરીને લીધી હતી અને શહેરમાં જૂનાગઢ પોલીસની પ્રસંશા પાત્ર કામગીરીને બિરદાવી હતી.