પોલીસ સ્ટેશને બોલાવી તેની પાસે ગુનાનો ઇતિહાસ બોલાવડાવ્યો
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક તત્વોને ચેક કરવા માટે કરવામાં આવેલ આ નવતર આયોજન દરમિયાન ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, ધાડ, મારામારી, ઘરફોડ ચોરી, જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલ માથાભારે ઈસમોને ચેક કરવામાં આવેલ હતા.
જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા 12 આરોપીઓ, બી ડિવિઝન પોલીસ દ્વારા 5 આરોપીઓ, સી ડિવિઝન પોલીસ દ્વારા 10 આરોપીઓ સહિતકુલ આશરે 35 જેટલા માથાભારે ઈસમોને ચેક કરવામાં આવેલ હતા.એસપી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ગુનેગારોને ચેક કરવાના નવતર પ્રયોગ આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ.વાઢેર, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલ, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.જે.ગઢવી, બીલખા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.આર .વાજા, મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એમ.મોરી વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ.શાહ, ભેસાણ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એમ.ગઢવી તથા તાલુકા પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ પી.વી. ધોકડિયા દ્વારા રોલકોલમા શહેર તથા જિલ્લા વિસ્તારના ભૂતકાળમાં ગંભીર ગુનાઓમા પકડાયેલ નામચીન અને માથાભારે આરોપીઓને રોલકોલમાં પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને પોલીસ અધિકારી તથા પોલીસ સ્ટાફની હાજરીમાં આ માથાભારે ઈસમો ક્યારે પકડાયેલ, ક્યાં ગુન્હામાં પકડાયેલ અને હાલમાં શું પ્રવૃત્તિ કરે છે? તે વિગત માથાભારે ઈસમો પાસે જ બોલાવી, બાદમાં તમામ સ્ટાફને ઓળખ કરવામાં આવી હતી.


