રાજસ્થાનના શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
- Advertisement -
જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા સાહેબના માર્ગદર્શન હેઠળ નશીલા પદાર્થોની બદીને નાબૂદ કરવાની સૂચના અન્વયે એસ.ઓ.જી. પોલીસને મોટી સફળતા મળી છે. જૂનાગઢ એસ.ઓ.જી. ઇન્સ્પેક્ટર આર.કે. પરમાર અને તેમની ટીમે બાતમીના આધારે જેલ રોડ વિસ્તારમાંથી 11 ગ્રામ મેફેડ્રોન (ખઉ) ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.
પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ અને વિશાલભાઈને બાતમી મળી હતી કે, જૂનાગઢના શકલીન રફીકભાઈ નાયકે રાજસ્થાનથી ડ્રગ્સ મંગાવ્યું છે અને તેની ડિલિવરી લેવા તે અલંકાર ટોકીઝ પાસે આવવાનો છે. આ બાતમીના આધારે વોચ ગોઠવી પોલીસે શકલીન રફીકભાઈ નાયક રહે. જૂનાગઢ તેની પાસેથી મળી આવેલા શંકાસ્પદ પાવડરનું ઋજક પરીક્ષણ કરાવતા તે મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું ફલિત થયું હતું. પોલીસે 11 ગ્રામ મેફેડ્રોન કિંમત રૂ 33,000, 3 મોબાઈલ ફોન, એક મોપેડ અને રોકડ રકમ મળી કુલ રૂ. 1,24,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. જયારે ડ્રગ્સ મોકલનાર વિનોદકુમાર હનુમાનારામ બિશ્નોઈ રહે. બાડમેર, રાજસ્થાનના શખ્સનું નામ ખુલતા તેને ઝડપી લેવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. આ મામલે જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઉઙજ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.



