છાત્રોને સ્પેસ ટેક્નોલોજી અને રિસર્ચ ક્ષેત્રે નવી તકો મળશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢની અગ્રણી શૈક્ષણિક સંસ્થા નોબલ યુનિવર્સિટી અને અમદાવાદ સ્થિત ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટર (એસએસી) દ્વારા વિધાર્થીઓની શૈક્ષણિક અને રિસર્ચ પ્રવૃતિઓને પ્રોત્સાહિત કરવા મહત્વપૂર્ણ કરાર કરવામાં આવ્યાં છે. આ કરાર દ્વારા સમગ્ર સોરઠ અને સૌરાષ્ટ્ર વિસ્તારના વિધાર્થીઓ માટે સ્પેસ ટેક્નોલોજી તથા રિસર્ચ ક્ષેત્રે નવી તકોના દ્વાર ખુલશે. એકેડેમિક ડેવલપમેંટ તથા રિસર્ચ પ્રવૃતિને પ્રોત્સાહિત કરતાં આ કરાર માટે નોબલ યુનિવર્સિટીના અગ્રણીઓ દ્વારા ઇસરોના ડાયરેક્ટર નિલેષભાઈ દેસાઇ (એસએસી, અમદાવાદ)નો ભાવપૂર્વક આભાર વ્યક્ત કરાયો હતો. યુનિવર્સિટીની આ સિધ્ધી માટે સંસ્થાના પ્રેસિડેન્ટ નિલેષભાઈ ધૂલેશિયા, વાઇસ પ્રેસિડેન્ટ ગિરીશભાઈ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી વી. પી. ત્રિવેદી, કો-મેનેજિંગ ટ્રસ્ટ કે. ડી. પંડ્યા , એસો. પ્રેસિડેન્ટ પાર્થભાઈ ધૂલેશિયા, એસો. વાઇસ પ્રેસિડેન્ટ પાર્થભાઈ કોટેચા, એસો. મેનેજિંગ ટ્રસ્ટી ડો. મનીષભાઈ ત્રિવેદી, તથા એસો. કો-મેનેજિંગ ટ્રસ્ટી સિદ્ધાર્થભાઈ પંડ્યાએ વિધાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.