ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
જૂનાગઢ મહાનગર પાલીકાને જાણે સ્વચ્છતાનો ડર ન હોઈ તેમ શહેરમાં ઠેર ઠેર કચરાના લીધે ઉકરડા જોવા મળી રહ્યા છે.શહેરના તળાવ નજીક આવેલ શાહિદ સ્મારક પાસે રોજ બરોજ ઉકરડો જોવા મળે છે અને સફાઈ પણ થતી નથી આવા ઉકરડાના દર્શ્યો કાયમ માટે જોવા મળતા ત્યાંના સ્થાનિક લોકો રોજ ગંદકીનો સામનો કરે છે.મનપાની કચરો ઉપાડવાની લારી પણ ત્યાં પડી હોઈ છે.તે પણ કચરાથી ભરેલ હોઈ છે.
- Advertisement -
તેના પણ ત્યાંથી હટાવી અન્ય જગ્યાએ નિકાલ કરવાની પણ મનપાને તસ્દી લેવી નથી એક તરફ સ્વચ્છ શહેર બનાવાની વાતો માત્ર કાગળ પર જોવા મળી રહી છે.જે શાહિદ સ્મારક પાસે કચરાના ઢગલા જોવા મળે છે.તેની સામેજ મહાનગર પાલિકાની વોર્ડ ઓફિસ આવેલ છે છતાં તેનું પણ ધ્યાન પડતું નથી એટલે મનપાને જાણે સ્વચ્છતાનો ડર ન હોઈ તેવું જોવા મળી
રહ્યું છે.