પરિક્રમામાં 3 માહિતી કેન્દ્રો, 8 ફાયર ટીમ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
ગીરનાર પરીક્રમામાં લાખો શ્રધ્ધાળુઓ આવતા હોય જેઓને સુખાકારીને ધ્યાને લઈ જૂનાગઢમનપા દ્વારા ભવનાથ વિસ્તારમાં લાખો પરીક્રમાર્થીઓને રસ્તા, પાણી, વિજળી, આરોગ્ય અને પ્રવાસીઓને સહાયતા સહિતની સુવિધા આપવા તંત્ર કાર્યરત છે. જેમાં મનપા તંત્ર, વન વિભાગ, જીલ્લા વહીવટી તંત્રના રાહબરી હેઠળ જૂદા જૂદા વિભાગો કાર્યરત છે.
- Advertisement -
મહાનગરપાલિકા વિવિધ વિભાગ દ્વારા પરીક્રમાર્થીઓ માટે રસ્તા, પાણી, આરોગ્યલક્ષી, સુવિધા ઉભી કરવામાં આવી છે. ત્યારે મનપા દ્વારા ભવનાથ ક્ષેત્રની મુલાકાત લેવામાં આવી હતી પરિક્રમાર્થીઓને કોઈ મુશ્કેલીઓ ન પડે તે માટે જરૂરી સૂચનો આપવામાં આવી હતી તેમજ યાત્રિકોને આપવામાં આવતી સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી હતી જેમાં તમામ મુખ્ય રસ્તાઓમાં પેચવર્ક પૂર્ણ કર્યું છે. પ્રવાસીઓની જાણકારી અર્થે પાર્કિંગ સાઈન બોર્ડ સાથે ગટર સફાઈ માટે રાઉન્ડ ધ કલોક કર્મચારી ફાળવેલ છે. વોટર વર્કસ શાખા દ્વારા ભવનાથ જૂદા જૂદા વિસ્તારોમાં પીવાના પાણી માટે 36 કુવા, 18 બોર અને પ000 લીટર ક્ષમતા ધરાવતી 18 ટાંકી મુકવામાં આવેલ છે. તેમજ ભવનાથ વિસ્તારમાં આવેલ પાણીના સ્ત્રોતને કલોરીનેશન કરાયું છે ભવનાથ વિસ્તારમાં 10 હાઈમાસ્ટ ટાવર ઉભા કરવામાં આવેલ છે. ભવનાથ સમગ્ર વિસ્તારમાં એલ.ઈ.ડી. લાઈટ તથા મેટલ લાઈટ ફીટ કરવામાં આવેલ છે તેમજ ચાર જનરેટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે.પરીક્રમામાં આવતા પરીક્રમાર્થીઓનું આરોગ્ય જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકાની ફુડ શાખાની ટીમ ધ્વારા ભવનાથ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવશે.ચેકિંગ દરમ્યાન અખાદ્ય પદાર્થ ખોરાક માલુમ પડતા તે જથ્થાનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવશે.
140 સફાઈ કર્મચારી,ગટર સફાઈની કામગીરી માટે 10 કર્મચારી, 9 સેનેટરી ઈન્સ્પેકટર, 4 સુપર વાઈઝર, 7 ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વાહન તેમજ સમગ્ર વિસ્તારમાં જંતુનાશક દવાનો છંટકાવ તેમજ ફોગીંગ કરવામાં આવેલ છે. 2 પે એન્ડ યુઝ ટોયલેટ અને 8 જાહેર શૌચાલય કાર્યરત છે. તેમજ 6 મોબાઈલ ટોયલેટ વાન જૂદા જૂદા પાર્કિંગ સ્થળે મુકવામાં આવેલ છે.અને પરિક્રમામાં આવનાર લોકોના આરોગ્ય સુખાકારી માટે આરોગ્ય લક્ષી સુવિધાઓ ઉભી કરાઈ છે.