કેદીએ ચાલક પાસેથી તમાકું બીડી રૂ.5,000માં મંગાવી હતી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ જેલમાં જેલ સહાયક તરીકે ફરજ બજાવતા પુંજાભાઇ ગળચર જેલ પાછળના ગેટ પર ફરજ પર હતા ત્યારે મનપાનું ક્ધટેનર કચરો લેવા આવ્યુ હતુ. એક ફેરો લઇ ગયા બાદ ક્ધટેનરનો ચાલક મહેશ ભવાન વાઘેલા ફરી ક્ધટેનર લઇને આવ્યો હતો. તેણે પાકા કામના કેદી અશોક ધનજી સોલંકીને કાળા કલરનું ઝબલુ આપ્યુ હતુ. જેલ સહાયકે અશોક સોલંકીનો પીછોકરી ઝબલાની તપાસ કરતા તેમાંથી 30 નંગ તમાકુ મળી આવી હતી. વધુ પુછપરછ કરતા તેણે ક્ધટેનરના ચાલક મહેશ વાઘેલા પાસેથી હજુ વધુ વસ્તુ મંગાવી હોવાનું જણાવ્યુ હતુ. જેલ સહાયકે ક્ધટેનરના ડ્રાઇવરની સીટ નીચે તપાસ કરતા તેમાંથી વધુ 24 નંગ તમાકુ, બે તમાકુ વાળા માવા, 60 નંગ ચુનાની ટોટી, 11 બીડી મળી આવી હતી. અશોક સોલંકીએ મહેશ વાઘેલાને પાંચ હજાર રૂપિયા આપી આ વસ્તુ મંગાવી હોવાની કબુલાત આપી હતી. આ અંગે જેલ સહાયક પુંજાભાઇ વરચરે જેલમાં પ્રતિબંધીત વસ્તુ ઘુસાડવા અંગે મહેશ ભવાન વાઘેલા અને પાકા કામના કેદી અશોક ધનજી સોલંકી સામે ફરિયાદ કરતા
એ-ડીવીઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



