ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જૂનાગઢ જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે ડ્રોન પ્રોજેક્ટ ફોર ફાઈન્ડીંગ આઉટડોર પોટેન્શિયલ મોસ્કીટો બ્રીડીંગ સોર્સ એન્ડ લાર્વીસાઈટ ટ્રીટમેન્ટ કાર્યક્રમ અંતર્ગત સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, કમિશનર ડો.ઓમ પ્રકાશ,આસિસ્ટન્ટ કમિશનર જયેશભાઈ વાજા જ્ઞાનબાગ ગુરુકુળનાં સ્વામી પુજ્ય પ્રિતમસ્વરૂપદાસજી તથા સ્વામી જગતપ્રકાશદાસજી તથા મહાનગરપાલિકાનાં અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજવામાં આવેલ. આ કાર્યક્રમનું સંચાલન ડો ચંદ્રેશ વ્યાસ,મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ દ્વારા કરવામાં આવેલ.આ પ્રોજેક્ટ અંર્તગત કરવામાં આવનાર કામગીરીની વિગત તેમજ શહેરીજનોને થનાર આરોગ્યલક્ષી માટે “ડ્રોનથી મચ્છરજન્ય રોગ પર પ્રહાર જુનાગઢમાં જન આરોગ્યની નવી દિશા” તરફ લઇ જશે.
જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તરામાં વરસાદની સિઝન બાદ થતાં રોગ મલેરિયા, ડેન્ગ્યુ અને ફાઈલેરિયા જેવા વેક્ટરજન્ય રોગો સામે લડવા માટે અદ્યતન ડ્રોન ટેક્નોલોજી અપનાવી છે.સૌરાષ્ટ્રની સૌ પ્રથમ ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છરજન્ય રોગ નિયંત્રણ કરવા માટે જુનાગઢ મહાનગરપાલિકાએ શરૂઆત કરેલ છે. ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છર ઉત્પત્તિ કેન્દ્ર શોધવા અને નાબૂદી કાર્યક્રમનો શુભ પ્રારંભ કરવામાં આવેલ છે. ત્યારે અન્ય મહાનગર પાલિકાઓ માટે પણ પ્રેરણારૂપ બનશે.