ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જૂનાગઢ મનપા દ્વારા પ્રતિબંબિત પ્લાસ્ટીક ઉત્પાદન કરતા ચાર કારખાનામાંથી પ્લાસ્ટીક બેગ અને રો-મટીરીયલ કબ્જે કરી સીલ મારવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત છ દુકાનોમાંથી પ્રતિબંધીત પ્લાસ્ટીક મળી આવતા આ દુકાનોને પણ સીલ કરવામાં આવી હતી.
120 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટીકના ઉત્પાદન અને ઉપયોગ પર પ્રતિબંધ છે. છતા તેનું ઉત્પાદન અને ઉપયોગ થાય છે. મનપાની ટીમે જીઆઇડીસી સહિતના વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં શ્રીજી પ્લાસ્ટીકમાંથી 5500 કિલો પ્રતિબંધીત પ્લાસ્ટીક, 42 ટન પ્લાસ્ટીક દાણા, 457 બેગ મળી આવી હતી. શ્રી પ્લાસ્ટીકમાંથી 1500 કિલો પ્લાસ્ટીક, 10 હજાર કિલો રો-મટીરીયલ મળી આવ્યુ હતુ. યમુના પ્લાસ્ટીકમાંથી 1185 બોકસ, 108 બોકસ રો-મટીરીયલ મળી આવ્યુ હતુ. આ ઉપરાંત સુખનાથ ચોકમાં આવેલી શંકર સ્ટોર, દાણાપીઠમાં ગોપાલ પ્લાસ્ટીક, શ્રીનાથજી મહાલક્ષ્મી રોડ જલારામ પ્લાસ્ટીક અને કોલેજ રોડ પર એચ.એમ.નથવાણીને ત્યાંથી પ્રતિબંધીત પ્લાસ્ટીક મળ્યુ હતુ. આ કારખાના અને દુકાનોને પણ સીલ કરવામાં આવી હતી. મનપાની આ કાર્યવાીથી પ્રતિબંધીત પ્લાસ્ટીક વેચનારાઓ અને ઉત્પાદન કરનારાઓમાં દોડધામ થઇ ગઇ હતી.



