ખાસ-ખબર સંવાદદાતા
આજે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જી-20 સમિટ-2023 નિમિતે શહિદ સ્મારકથી એમ.જી.રોડ કાળવાચોક થઇ બહાઉદ્દીન કોલેજ સુધીની સીટી વોક (મેરેથોન)નું આયોજન કરાયુ હતુ. ભારતીય સંસ્કૃતિની વસુધૈવ કુટુમ્બકમની નેમ સાથે જી-20 સમિટ 2023નું યજમાન ભારત બન્યુ છે. ત્યારે ગુજરાત રાજયના આંગણે મહત્વની 16 ઇવેન્ટ યોજાવાની છે ત્યારે તે અંતર્ગત જૂનાગઢ મનપા દ્વારા શહેરમાં વસવાટ કરતા લોકો પરોક્ષ કે પ્રત્યેક્ષ રીતે જોડયા હતા. દરમિયાન તમામ કાર્યક્રમની ઉજવણી થાય તે ભાગેરૂપે મેરેથોનનું આયોજન કરાયુ હતુ.આ મેરેથોનમાં મેયર ગીતાબેન પરમાર સહિતના મનપા અધિકારી ઉપસ્થિત રહી ફલેગઓફ આપીને મેરેથોન દોડનું પ્રસ્થાન કરાવ્યુ હતુ.