ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છતા માટેના સ્વૈચ્છિક અને સામુહિક પ્રયાસોને મજબુત કરવા સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત માન.કમિશનરના માર્ગદર્શન શહેરમાં ગત રોજ મહાનગર પાલિકાની સેનીટેશન શાખા દ્વારા બહાઉદ્દીન કોલેજ રોડ પર પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં શહેરમાં આવેલ દોમડિયા વાડીની અંદર રાજલક્ષ્મી સેલના વેપારી પાસેથી એક કિલોગ્રામ પ્રતિબંધીત પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.5,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.આગામી દિવસોમાં પણ મહાનગર પાલિકાની સેનિટેશન શાખા દ્વારા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકિંગ ડ્રાઈવ કાર્યરત રહેશે તેમ એક યાદીમાં જણાવ્યું છે.