ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત 16મી, મે, 2025ના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યું દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહેરના 6 અર્બન હેલ્થ સેન્ટરો દ્વારા કુલ 6 રેલીઓ તથા અર્બન હેલ્થ સેન્ટરોના વિસ્તારમાં ગપ્પી ફીશ લાર્વા પ્રદર્શન તથા 15,000 પત્રિકાઓનો વિતરણ તથા 4447 ઘરોની વાહકજન્ય રોગ અટકાયત કામગીરી સબબ મુલાકાત લેવામાં આવેલ અને 115 લાર્વા પોઝીટીવ પાત્રો નો નાશ કરવામાં આવેલ. સદરહુ કામગીરીમાં 7 મેડીકલ ઓફિસર તથા 210 આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઝુંબેશના સ્વરૂપે વાહકજન્ય રોગ અટકાયત અંગેની તથા લોકજાગૃતિ માટે આરોગ્ય શિક્ષણની જુદી જુદી પધ્ધતિઓ દ્વારા આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ. રાષ્ટ્રીય ડેન્ગ્યું દિવસની ઉજવણી મેયર ધર્મેશભાઈ પોશીયા અને કમિશનર ડો.ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે.



