ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
જૂનાગઢ મહાનગરપાલિકા કમિશ્નર ડો.ઓમ પ્રકાશની સુચનો મુજબ નાયબ કમિશ્નર એ.એસ.ઝાંપડા અને આસી.કમિશ્નર જયેશ પી.વાજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાંથી રખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશ પકડવા માટે જુનાગઢ મહાનગરપાલિકાના પ્રોજેક્ટ ઓફિસર એચ.કે.ચુડાસમા અને કેટલ પાઉન્ડ સુપરવાઈઝર રાજેશભાઈ પરમારના સુપરવિજન હેઠળ બે દિવસમાં મધુરમ વિસ્તારમાંથી 25 ગૌવંશ પકડવામાં આવ્યા, જેમાંથી 20 ગૌવંશને સરકારની ગૌ-પોષણ યોજના હેઠળ લાભ મેળવતી ગૌશાળામાં મોકલવામાં આવેલ અને 5 ગૌવંશને મહા નગરપાલિકા જુનાગઢ સંચાલિત ઢોર ડબ્બામાં મોકલવામાં આવેલ છે.
- Advertisement -
તેમજ રંગ મહેલ, દિવાન ચોક વિસ્તારમાંથી 26 ગૌવંશ પકડવામાં આવ્યા, જેમાંથી 20 ગૌવંશને સરકારની ગૌ-પોષણ યોજના હેઠળ લાભ મેળવતી ગૌશાળામાં મોકલવામાં આવેલ અને 6 ગૌવંશને મહાનગરપાલિકા, જુનાગઢ સંચાલિત ઢોર ડબ્બામાં મોકલવામાં આવેલ છે. આમ કુલ 51 ગૌવંશ કેટલ પાઉન્ડ શાખા દ્વારા પકડવામાં આવેલ છે. આમ શહેરના મુખ્ય માર્ગો ઉપર રખડતા ગૌવંશને પકડવાની કામગીરી યુદ્ધના ધોરણે આગામી સમયમાં પણ કાર્યરત રહેશે.