ખાસ-ખબર સંવાદદાતા
વિશ્વ હિન્દુ પરિષદ જુનાગઢ મહાનગર દ્વારા નગરની વિસ્તૃત બેઠકનું આયોજન તા.28 શનિવારના રોજ ગાયત્રી સ્કૂલ ખાતે કરાયું જેમાં જુનાગઢ મહાનગરના પ્રખંડ અને ખંડ માંથી આશરે 75 જેટલા કર્યેકર્તાઓ ઉપસ્થિત રહેલ. આ બેઠક માં સૌરાષ્ટ્ર પ્રાંત ના મંત્રી ભુપતભાઈ ગોવાણી અને સૌરાષ્ટ્ર પ્રાંતના વિશેષ સંપર્ક સહ સંયોજક અને જુનાગઢ મહાનગર વાલી ચંદુભાઈ રૈયાણી ખાસ માર્ગદર્શન આપવા ઉપસ્થિત રહેલ.
બેઠક ની શરુઆત વિશ્વ હિન્દુ પરિષદની આચાર પધ્ધતિ અને દીપ પ્રાગટ્યથી કરાઈ ત્યાર બાદ ચંદુભાઈ રૈયાણી દ્વારા બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદની અગામી યોજનાઓ અને કર્યેક્રમોની માહિતી અપાય તેમજ મહાનગરના નીચેના સ્તરે સંગઠનનો વિસ્તાર અને દ્રઢીકરણ કઈ રીતે કરી શકાયએનું પણ માર્ગદર્શન આપ્યું. ત્યાર બાદ ભુપતભાઈ ગોવાણી દ્વારા કાર્યકર્તાના ઘડતર માટે આગામી દિવસોમાં યોજાનાર પ્રશિક્ષણ વર્ગોની મહત્વતા વિસ્તારથી અપાતા જણાવ્યું કે જો કાર્યકર્તા પ્રશિક્ષણ કરે તો રાષ્ટ્ર હિતના કર્યો કરવાની સાચી દિશાથી અવગત થઇ શકે. બેઠક નું સમાપન સત્ર મહાનગરના અધ્યક્ષ ભરતભાઈ ભીંડીએ જણાવ્યું કે વિશ્વ હિન્દુ પરિષદ જુનાગઢ મહાનગર ખુબજ સરાહની સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે અને બધાજ કાર્યકર્તાઓનો આ ઈશ્વરીય કામમાં ખુબજ મોટો ફાળો છે.


