વિસાવદર વિધાનસભા બેઠકનું કોકડું ગૂંચવાયું
ત્રણેય પક્ષો એક બીજાના ઉમેદવાર જાહેર થાય તેની વેતરણમાં?
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
જૂનાગઢ દેશ ભરમાં લોકસભા ચૂંટણી યોજાવાની તારીખો જાહેર થઇ છે જેમાં લોકસભા સાથે વિધાનસભા પેટા ચૂંટણી પણ યોજાવાની છે તેમાં ગુજરાતની ચૂંટણી ત્રીજા ચરણમાં તા.7 મેના રોજ મતદાન થવાનું છે ત્યારે હજુ સુધી એક પણ પક્ષે લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા નથી તેની સાથે માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પણ કોઈ પક્ષે પોતાના ઉમદેવાર જાહેર કર્યા નથી જયારે વિસાવદર બેઠક પર ચૂંટણી યોજવા માટે ચૂંટણી પંચ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત નહિ થતા વિસાવદર બેઠકનું કોકડું ગૂંચવાયું ગયું છે. ગુજરાત લોકસભા ચૂંટણીના બ્યુગલ ફુકાય ચુક્યા છે ત્યારે બંને પક્ષે પોતાના ઉમદેવાર જાહેર કરવાનું શરુ કર્યું છે ત્યારે જૂનાગઢ લોકસભા સીટના ઉમદેવારની જાહેરાત ભાજપ કે કોંગ્રેસ દ્વારા હજુ સુધી કરવામાં આવી નથી ત્યારે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની સંયુક્ત બેઠક પર સીટિંગ સાંસદ રાજેશ ચુડાસમા ફરી રિપીટ થશે કે નવો ચહેરો તેના પર સૌની મીટ મંડાઈ રહી છે તો બીજી તરફ કોંગ્રેસ જ્ઞાતિન સમીકરણ મુજબ ટિકિટ અપાશે કે કોઈ નવો ચહેરો મેદાનમાં ઉતારશે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે એક તરફ ભાજપ સંતને ટિકિટ અપાશે જેમાં ચાપરડા ધામના વરિષ્ઠ સંત પૂ.મુકતાનંદજી મહારાજનું નામ વાતો વહેતી થતા મુક્તાનંદજી મહારાજે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, મારી ચૂંટણી લડવાની અફવા છે અમે પ્રભુ સ્મરણ કરીયે છે
તેની સાથે રાષ્ટ્ર ભાવના સાથે સેવા કરીયે છે ત્યારે બાબતે છેદ ઉડી જતા હજુ ગીરનાર કમંડળ કુંડના મહંત અને દિલ્હીના પૂર્વ સાંસદ મહેશ ગીરી બાપુનું નામ પણ ચર્ચાય રહ્યું છે આમ બંને પક્ષ એક બીજાના ઉમેદવારની જાહેરાતની રાહ જોઈને બેઠા છે ત્યારે લોકસભા ઉમેદવાર માટે બંને જિલ્લામાં ભારે ચર્ચાઓ જાગી છે. માણાવદર બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રાજીનામુ આપ્યા ભાજપ સાથે જોડ્યા છે ત્યારે હવે ફરી માણાવદર વિધાનસભા બેઠકની ચૂંટણી યોજવાની છે ત્યારે માણાવદર બેઠક પર ક્યાં પક્ષના ઉમદેવાર મેદનામાં આવશે તેના પણ રાજકારણ ગરમાયુ છે એક તરફ ભાજપ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા જાહેર પ્રોગ્રામમાં દેખાતા નથી તેની સાથે ત્રણ દિવસ અગાઉ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ભાજપ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું જેમાં પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી ભાજપમાં જોડાયા હતા ત્યારે પણ જવાહરભાઈ ચાવડા મંચ પર જોવા નહિ મળતા અનેક અટકળો શરુ થઇ છે બીજું તરફ જોવા જઇયે તો કોંગ્રેસ અને આપનું ગઠબંધન છે
- Advertisement -
ત્યારે માણાવદર સીટ પર આપ અથવા કોંગ્રેસ માંથી કોણ ચૂંટણી મેદાનમાં આવશે તે પણ હજુ બાકી છે જયારે ભાજપ પક્ષમાંથી અરવિંદ લાડાણી કે જવાહરભાઈ ચાવડા અથવા કોઈ નવું નામ તેના પર માણાવદર વિધાનસભાના મતદારોની મીટ મંડાઈ રહી છે. વિસાવદર બેઠક ઘણા સમય પેહલા આપના ધારાસભ્ય ભુપત ભાયાણીએ રાજીનામુ આપીને ભાજપ સાથે જોડાયા હતા તેની પેહલા કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયા પણ કોંગ્રેસ છોડી ભાજપ સાથે જોડાયા હતા ત્યારે બંને પક્ષના ધારાસભ્યો પક્ષ છોડી ભાજપ સાથે જોડાતા હવે ટિકિટ કોને અને ભાજપના કિરીટ પટેલ પેહલા ચૂંટણી લડી ચુક્યા છે ત્યારે તેને પણ ટિકિટ મળે તેવી શક્યતા જોવા મળતી હતી પણ મુખ્ય ચૂંટણી આયોગ દ્વારા ગુજરાતની અન્ય ખાલી પડેલ બેઠક પર ચૂંટણી યોજાવાની જાહેરાત કરી પણ વિસાવદર બેઠકની ચૂંટણી જાહેર ન થતા રાજકારણ ગરમાયુ છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપ પર નિશાન તાક્યું છે અને બંને પક્ષના ડરના કારણે ચૂંટણી નહિ યોજાય તેવા આક્ષેપ શરુ કર્યા છે.જોકે તેમાં અનેક તર્ક સામે આવી રહ્યા છે.એક તરફ ગુજરાત હાઇકોર્ટમાં કેસ પેન્ડિંગ હોવાની વાત સામે આવી રહી છે તો બીજી તરફ ભાજપ માંથી ચૂંટણી લાડવા મુરતિયા વધી ગયા છે.ત્યારે હજુ પાછળથી ચૂંટણી પંચ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર કરે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે.
ઉમદેવાર જાહેર થવાની ત્રણેય પક્ષો રાહ જોઈને બેઠા છે?
જૂનાગઢ લોકસભા એક એવી બેઠક છે કે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની કુલ 9 વિધાનસભાની સીટો આવેલી છે અને બંને જિલ્લાની સંયુક્ત લોકસભા બેઠક છે ત્યારે આ બેઠક પર હજુ સુધી એક પણ પક્ષે પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી ત્યારે એક બીજા પક્ષ ઉમદેવાર જાહેર થવાની વેતરણમાં છે અને બેઠક જ્ઞાતિ આધારિત પ્રભુત્વ ધરાવે છે જેમાં કોળી, આહીર, કારડીયા અને પાટીદાર જ્ઞાતિ મુખ્ય જોવા મળે છે.છેલ્લા ઘણા દાયકાથી જોઈએ તો આ બેઠક ભાજપના લેઉવા પટેલ ભાવનાબેન ચીખલીયા ચાર વખત ચૂંટણી જીતી ચુક્યા છે તો બીજી તરફ કારડીયા સમાજના દિનુભાઈ પણ ભાજપ માંથી લડીને ચૂંટણી જીત્યા છે ત્યાર બાદ ભાજપે કોળી સમાજ માંથી રાજેશ ચુડાસમાને મેદનામાં ઉતારતા તે પણ બે વખથી સાંસદ તરીકે જીતેલ છે ત્યારે કોંગ્રેસ ઘણા લાંબા સમયથી જૂનાગઢ બેઠક જીતી નથી શક્યું ત્યારે હવે બંને પક્ષ કોને ટિકિટ આપે છે તેના પર રાજકીય લોકોની મીટ મંડાઈ છે.