ખાસ-ખબર સંવાદદાતા
દશેરાના દિવસે સંપૂર્ણ વિધિ-વિધાનથી શસ્ત્ર પૂજન કરવામાં આવેતો વરદાન પ્રાપ્ત થાય છે. જેનાથી શત્રુ આપણો વાળ પણ વાંકો નથી કરી શકતો. ત્યારે દશેરાના દિવસે ખાસ શાસ્ત્ર પૂજાનું આગવું મહત્વ છે અને તેનું શુભ મહુર્તે પૂજાનો પણ એક નિયમ હોય છે ત્યારે જુનાગઢમાં ક્ષત્રિય સમાજ દ્વારા શાસ્ત્રોક વિધિથી શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતુ મહત્વનુ છે કે ધર્મના રક્ષણ માટે અને રાષ્ટ્રના રક્ષણ માટે શસ્ત્રો મહત્વના છે અને શસ્ત્રોની જાણવણી કરવી તેમજ શસ્ત્રોને સનમાન આપવાનું અનેરું મહત્વ છે. જૂનાગઢના ખાટ રજપૂત સમાજ દ્વારા ગિરનાર દરવાજા સ્થતિ સમાજની વાડીમાં સામૂહિક શસ્ત્ર પૂજન કાર્યકર્મનું આયોજન કરવામાં
આવ્યું હતું.
જેમાં તિલિક વિધિ બાદ શસ્ત્રનું શાસ્ત્રોક વિધિ અનુસાર અબીલ ગુલાલ ચોખા કંકુ તેમજ પુષ્પોથી મંત્રોચાર સાથે પૂજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે સમાજનાં અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા બધા સાથે મળી જય જય શ્રી રામના નારા સાથે કાર્યક્રમ પુર્ણ કર્યો હતો.