3 વર્ષથી સેવાકીય પડતર પ્રશ્ર્નોનું નિરાકરણ નહીં આવતા આજથી હડતાળ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કામધેનુ યુનિ.ના કર્મચારીઓ અને અધિકારીઓ આજથી આંદોલનના માર્ગ શરૂ કર્યો છે. છેલ્લા 3 વર્ષથી સેવાકીય પડતર પ્રશ્ર્નોનું નિરાકરણ નહીં આવતા આજથી હડતાળ શરૂ કરી છે. આ બાબતે સરકારનો હકારાત્મક વલણ હોવા છતાં યુનિ.ના સત્તાધીશો વિલંબ કરી રહ્યા છે. વર્ષ 2021માં કૃષિ યુનિ.માંથી વેટરનરી, ડેરી, ફિશરીઝ તથા સહલગ્ન વિભાગોને તબદીલ કરીને કામધેનુ યુનિ.ની રચના કરવામાં આવી હતી.
ત્યાર બાદ 7માં પગાર પંચનો લાભ કેરીયર એડવાન્સમેન્ટ સ્કીમ મેડયુઅલફિકશેશન સહિતની માંગણીઓ 3 વર્ષથી પડતર છે. અનેક વખત લેખીત અને મોખીક રજૂઆતો કરવા છતાં કોઇ પરિણામ નહીં આવતા અંતે આજ રોજ કર્મચારીઓ અને અધિકારીઓએ ગાંધીચિંઘ્યા માર્ગે આંદોલનના મંડાણ શરૂ કર્યા છે. જેમાં વેટરનરી કોલેજ ખાતે સુત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવયો હતો અને આગામી 1પ સપ્ટેમ્બરથી પેન ડાઉન તથા રપ સપ્ટેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાળ પાળવાની ચિમકી ઉચ્ચારી હતી.