ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જેસિઆઇ દ્વારા અન્નદાનના સંકલ્પ રૂપે જેસી વિકની ઉજવણીના ભાગ રૂપે ઝુંપડપટ્ટી વિસ્તારમાં યુએસ સેવા સમિતિના પ્રતિનિધિ જેસી યતીનભાઈ કારીયા સહયોગથી દાતા દિલીપભાઈ પટેલના સહકારથી ભરપેટ ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ. જુનાગઢના જુદા જુદા વિસ્તારોમાં જેસિઆઇની ટીમ દ્વારા ફરીને અંદાજે 100 જેટલા ગરીબોને જમાડવામાં આવેલ જેમાં જેસિઆઇ ટીમના પ્રમુખ જેસી પાર્થ પરમાર કોડીનેટર જેસી વિરલ કડેચા ડાયરેક્ટર જેસી કિશોર ચોટલીયા ઝોન ઓફિસર જેસી ચેતન સાવલિયા દ્વારા રહેમત ઉઠાવવામાં આવેલ હતી.
જૂનાગઢ JCI દ્વારા અન્નદાનના સંકલ્પ સાથે ગરીબ પરિવારોને ભોજન કરાવ્યું
