ખાસ-ખબર સંવાદદાતા
ગણપતિ મહોત્સવ શરુ થઇ ગયો છે ત્યારે શહેરમાં અનેક જગ્યાએ દુંદાળા દેવના સ્થાપન સાથે સામાજિક સંસ્થા દ્વારા ગણેશ પૂજા સહીત વિવિધ હરીફાઈનું આયોજન કરવામાં આવી રહ્યું છે જુનાગઢ તળાવ દવાજા ખાતે આવેલ જલારામ સર્કલ ખાતે માટી માંથી ગણપતિ બનાવવાની તથા આરતી ડેકોરેશન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યુ હતુ આ હરીફાઈમાં સ્પર્ધકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો અને સાથે મળી ગણપતિ વંદના કરી હતી.
આ કાર્યક્રમમાં જલારામ સર્કલ સમિતિ ના અશોકભાઈ સીરોદરીયા તથા તેમની ટીમ દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર આયોજન માં ગીતાબેન કોટેચા તથા ચાંદની બેન કોટેચા ખાસ ઉપસ્થિત રહી સ્પર્ધકો ને પ્રોત્સાહિત કર્યા હતા.
જૂનાગઢ જલારામ સર્કલે માટીના ગણેશ અને આરતી થાળી ડેકોરેશન સ્પર્ધા યોજાઇ
