ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં મહાનગરપાલિકા દ્વારા સાબલપુરચોકડી પાસે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં વહેલી સવારે સાત વાગે કાર્યક્રમની શરૂઆત કરવાની હતી પરંતુ મોડે સુધી પદાધિકારીઓ ન ફરકતા કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ આંગણવાડીની બહેનો રાહ જોતા બેઠા રહ્યા અને અંતે મેયરની ઉપસ્થિતિ થતા સફાઈ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો જો કે મોટાભાગના બીજા અન્ય પદાધિકારીઓ, નગરસેવકો, અધિકારીઓની ગેરહાજરી પાછળ કદાચ આ સફાઈ અભિયાનમાં રસ ન હોય તેવું જણાય આવેલ. ખરેખર સમયસૂચકતા બાબતે આળસું એવા જુનાગઢને આવા અભીયાનની ખાસ જરૂરિયાત રહેલ છે.
ખાસ સંસ્થાઓને સંભાળવા માટે આપેલ સર્કલની પણ દુર્દશા જોવા મળી હતી અને તેની આડશનાં મોટા હોડિંગ પણ ધૂળ ખાતા નજરે જોવા મળી રહ્યા હતાં. તો બીજી તરફ નકામા ઝાડ અને ઘાસ પણ સર્કલની શોભા બગાડી રહ્યા હતાં.માત્ર અભીયાનનાં કાર્યક્રમ શરૂ કરવાથી સવરછ ભારતનું વડાપ્રધાનનું સ્વપન સાકાર થશે ખરું..?