ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ખાસ ખબર દ્વારા શહેરની અનેક સમસ્યાના સમાચારો પ્રસિદ્ધ કર્યા હતા. ત્યારે સોશિયલ મીડિયામાં લોકો પણ સમસ્યાને વાંચા આપી રહ્યા છે. છેલ્લાં ઘણા વર્ષોથી સ્થાનિક લોકો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે જૂનાગઢનાં મુખ્ય પ્રશ્ર્ન પર નજર નાખીએતો શહેરની અંદરથી મીટરગેજ રેલ્વેલાઇનનાં સાત ફાટકોથી થતાં ટ્રાફીકજામને લીધે શહેરીજનો ખુબ મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેમજ શહેરમાં વધતી ટ્રાફીક સમસ્યાને દરકરાર કરી હજુ સુધી મેંદરડા બાયપાસનો પ્રશ્ર્ન હજુ સુધી ઉકેલાયો નથી. તેની સામે શહેરમાંથી તોતિંગ વાહનો પસાર થવાના કારણે અનેક અકસ્માતો થયા છે તેવામાં બસ સ્ટેશન અને જોષીપરા રેલ્વે ફાટક પર ઓવરબ્રીજ કે અન્ડરબ્રીજનું બે વખત ડીઝાઇનો બની અને છેલ્લે એક ડીઝાઇન મંજૂર થતા વિરોધ પણ જોવા મળ્યો ત્યારે હજુ ફાટક પર ઓવરબ્રીજ કે અન્ડરબ્રીજ કયારે બનશે તેવા સવાલો પ્રજામાંથી ઉઠી રહ્યા છે.
બીજી તરફ રખડતા ઢોર અને શ્ર્વાનનો સામનો કરતી પ્રજાને કયારે મુકિત મળશે તેમજ હજુ સુધી નરસિંહ મહેતા તળાવનું કામ શરૂ કરવાનું ખાતમુહુર્ત તો કર્યુ હજુ કામ કયારે શરૂ થશે અને કયારે પૂર્ણ થશે તે જોવાનું રહ્યું એજ રીતે ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલ સુદર્શન તળાવનું શુ વ્યવસ્થિત આયોજન કરવામાં આવે તો વધુ એક હરવા ફરવાનું નયનરમ્ય સ્થળ બની શકે તેમ છે અને પર્યટકોને આકર્ષી શકાય તેમ છે. બીજી તરફ શહેરનાં બાગ બગીચાની હાલત કફોડી જોવા મળી છે. જેમાં શહેરનો નયનરમ્ય દ્રશ્ય સાથેનો વિલીગ્ડનડેમ બદથી બદતર હાલતમાં જોવા મળી રહ્યો છે. બગીચામાં ફુલઝાડ તેમજ બાળકોને રમવાના જુલા સહિત રમતો સાધનો ધુળ ખાઇ રહ્યા છે.
- Advertisement -
જાગો..જૂનાગઢવાસીઓ..જાગો…
ભુલશો નહીં….રોડ પર નાં ખાડાઓ..
ભૂલશો નહીં…ઉડતી ધુળની ડમરી..અને જુનાગઢ -ઈવનગર બાયપાસ..
ભૂલશો નહીં…ઓવરબ્રીજ ની લોલીપોપ.. અને ફાટક હટાવવા નો પ્રશ્ર્ન ..
ભૂલશો નહીં.. ફાર્મસી અંડરબ્રીજ નું સ્વીમીંગ પુલ..
ભૂલશો નહીં..રખડતા ઢોર અને કુતરા નો ત્રાસ…
ભૂલશો નહીં….પદાધીકારીઓના લાખો રુપીયા ના પેટ્રોલ/ નાસ્તા ના ખર્ચ
ભૂલશો નહીં..વિઆઇપી ભવનાથ મેળો
ભૂલશો નહીં..તળાવ નું નવીનીકરણ ની વાતો..
ભૂલશો નહીં..ગેરકાયદેસર બાંધકામ નો વેપાર…
ભૂલશો નહીં..વોકળા પર ના દબાણ…
ભૂલશો નહીં ..ટાઉનહોલ નો ભ્રષ્ટાચાર …
ભૂલશો નહી …ગ્રીન કોભાંડ
ભુલશો નહી..કોરોના વખતે લાગતા વળગતા ને રેમડેસિવિર ઈન્જેકશન ની લાણી… જરૂરિયાત વાળા રખડી પડયા…
ભૂલશો નહીં …હજારો ગાયો ના મોત ..
ઉપરોક્ત બધી બાબત શહેરના લોકોના ધ્યાને મુકવી જેથી મતદાન કરવા મા સરળતા રહે.. જેથી યોગ્ય મતદાનથી જુનાગઢ શહેરને સરળ, લોકાભિમુખ અને સારો ઉમેદવાર મળે તેવો સહીયારો પ્રયાસ કરીએ…
શહેરમાં અનેક સમસ્યાની ભરમાર લોકો ખુલીને સામે આવ્યા
જૂનાગઢની અનેક સમસ્યા મુદે ગઇકાલે ખાસ ખબરમાં અહેવાલ છપાતા તેની ઇમ્પેકટ સોશ્યલ મિડીયામાં જોવા મળી રહી છે. અનેક લોકોએ શહેરની સમસ્યા વિષે જાગો જૂનાગઢ વાસીઓ જાગો એવા વ્યંગ સાથે સમસ્યાની ભરમાર જોવા મળી હતી.