ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં આવેલ સરદાર બાગ પાછળ આવેલ ગુલિસ્તાન સોસાયટીના રહીશો છેલ્લા ઘણાં લાંબા સમયથી ગટરનાં પ્રશ્ર્ને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને કોઈ નિરાકરણ નહી આવતાં ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને મહિલાઓનું ટોળુ પહોચ્યું મનપા કચેરીએ પોહચી ગયું હતું. ગટરની સમસ્યા મુદ્દે મનપા ઇજનેર રજૂઆત કરવામાં આવી હતી જોકે મનપા ઈજનેર થાપલિયા દ્વારા તાત્કાલીક અસરથી કામ શરુ કરવાની ખાત્રી આપતાં મામલો થાળે પડ્યો હતો જોકે ગુલિસ્તાન સોસાયટી મહિલા એ એવી ચીમકી ઉચ્ચારી હતી કે કામ નહી થાય તો ઉગ્ર રજૂઆત કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી હાલ શહેરમાં ઘણા સમયથી ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રસ્તા તેમજ ગટરના પ્રશ્ર્ને સ્થાનિક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.