ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને વધુ પ્રોત્સાહન મળે તેવા પ્રયાસ થઇ રહ્યાં છે.ગત 7 ઓકટોબર અમદાવાદ ખાતે ઈન્ટરેક્શન વિથ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેટ્સ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યનાં 15 સ્ટાર્ટઅપમાં જૂનાગઢ ગીરવેદાને સ્થાન મળ્યું હતું.ગીરવેદાના સંસ્થાપક પાર્થ ધુલેશીયા આમંત્રિત કરવામાં આવ્યા હતા. ત્યારે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરનાર અને ખેડૂતો અને આયુર્વેદને વધુ પ્રોત્સાહન મળે તેમાટે પાર્થ ધુલેશિયાનું મત્સ્ય પાલન અને પશુપાલન મંત્રી પુરષોત્તમ રૂપાલાએ ગીરવેદાના સંસ્થાપક પાર્થ ધુલેશિયાનું સન્માન કર્યું હતું. રાજ્યના 15 સ્ટાર્ટઅપમાં જૂનાગઢને સ્થાન મળતા જૂનાગઢ માટે ગૌરવ વંતી વાત છે.