રોપ-વે ઓનલાઇન બુકિંગ યાત્રિકો 21 જૂનથી કરાવી શકશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
- Advertisement -
જૂનાગઢ એશીયાનો સૌથી ઊંચો અને લાંબો રોપ-વે મેઇન્ટેનન્સ કામગીરી સબબ તા.11 થી 20 જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય કંપની તરફથી લેવામાં આવ્યો જયારે તા.21 જૂનના રોજ ફરી રાબેતા મુજબ શરુ કરવામાં આવશે તેમ સંચાલકો દ્વારા એક યાદીમાં જણાવ્યું છે. ગીરનાર પર્વત પર આવેલ અંબાજી મંદિર સુધી એશિયાનો સૌથી ઊંચો અને લાંબો રોપ-વે અશક્ત અને વૃદ્ધ લોકો માટે આશીર્વાદ સમાન છે ત્યારે પ્રતિ વર્ષ ગિરનાર રોપ-વે મેઇન્ટેનન્સના લીધે બંધ કરવામાં આવે છે.જયારે આવતીકાલે 11 જૂન થી રોપ-વે સેવા બંધ થશે અને મેઇન્ટેનન્સ કામગીરી પૂર્ણ થયા બાદ ફરી તા.21 જૂન થી રોપ-વે સેવા શરુ કરવામાં આવશે ત્યારે ગિરનાર પર આવેલ ધર્મ સ્થાનોની યાત્રા કરવા આવતા યાત્રિકો 10 દિવસ સુધી રોપ-વે સેવાનો લાભ નહિ મળે તેની સાથે ઓનલાઇન બુકીંગ પણ બંધ કરી દેવામાં આવ્યું જેમાં કોઈ યાત્રિકને ઓનલાઇન બુકીંગ કરવું હોઈ તો 21 જૂનથી કરી શકે છે.અને જો કોઈ યાત્રિક રોપ-વે સેવા બંધ સમયે આવશે તો તેને ગિરનાર સીડી ચડીને યાત્રા કરવી પડશે.