2 સગીર સહિત 6 શખ્સો પાસેથી 1.67 લાખનો મુદ્દામાલ કબજે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
જૂનાગઢ રેન્જ આઇજી નીલેશ જાંજડીયા અને જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ ઉકેલવા માટે વિશેષ સૂચના આપવામાં આવી હતી.
- Advertisement -
આ અન્વયે, વિસાવદર ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક રોહિતકુમારના નેતૃત્વમાં મેંદરડા પોલીસ સ્ટેશનના પીઆઇ પી.સી. સરવૈયાની ટીમે આ ગુનાઓમાં દાત્રાણા ગામની સીમમાં ખેડૂત ભરતભાઈ વઘાસીયાના ખેતરમાંથી ઓસરી અને રૂૂમનું તાળું તોડી રૂૂ. 1,76,000ના કેબલ વાયર (કોપર), દાત્રાણાના અન્ય 10 ખેડૂતોનો રૂૂ. 1,07,960નો કેબલ વાયર, અને આલીધ્રા ગામના 05 ખેડૂતોનો રૂૂ.50,000નો કેબલ વાયર ચોરી થયો હતો. પોલીસ ટીમે ટેકનિકલ, હ્યુમન સોર્સ અને કમ્યુનિટી પોલીસિંગના માધ્યમથી તપાસ કરી ઉપરોક્ત ગુનાના ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ચોરીમાં ગયેલો રૂૂ. 1,67,000ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનાના કામે બે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરોને પણ ડિટેઇન કરવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓએ અરવિંદભાઈ ઉર્ફે રુદ્રા ભરતભાઈ રાઠોડ, રાકેશ રાજુભાઈ સોલંકીબંને રહે. લાલઢોરી પાસે, જૂનાગઢ, સાજીદ ઉર્ફે લીંબુડો ઇકબાલભાઇ શેખ, સાજીદ ઉર્ફે લીંબુડો ઇકબાલભાઇ શેખ આ બંને રહે. રામદેવપરા, જૂનાગઢ અને પીયુસભાઇ ભાવેશભાઇ સોલંકી રહે. પાદરીયા ગામ, જૂનાગઢના શખ્સ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બે કિશોરને ઝડપી પાડ્યા હતા અને જૂનાગઢ જિલ્લાના અન્ય સાત ગામડામાં કરેલી કેબલ ચોરીની પણ કબૂલાત કરી છે.



