વિસાવદર આરોગ્યના ડૉ. વિજય ગરચરને છાવરતુ તંત્ર
મહિલાને ન્યાય મળશે કે ભીનું સંકેલાઈ જશે: પત્રકારના નામે આગેવાને 5ાંચ લાખનો તોડ કર્યો?
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વિસાવદર સામુહીક આરોગ્ય કેન્દ્રના ડો વિજય ગરચરના રજકીય પાગીયા સાથેના સુવાળા સંબંધ થકી, એક અબળાની દર્દ નાક ચીસ દબાઈ ગઈ..? વિસાવદરના સામુહીક આરોગ્ય કેન્દ્રમાં ગત શુક્રવાર નારોજ ફરજ સમય દરમિયાન ડો,વિજય ગરચર એક મહિલાને તેમના સરકારી આવાસમા બિજા માળે આ સ્ત્રીને લઈ જાય છે આ સમય દરમિયાન એવી શું ? ધટના બની કે આ અબળા ને રસ્તે ચાલતા રાહદારી પાસે બચાવો પોલીસ સ્ટેશનને જાણ કરો મને અહી થી છોડાવો, પરંતુ આ દર્દ નાક ચીસનુ શું ? થયુ શુ પોલીસ અને કાયદા કરતા પણ આ ડો.વિજય ગરચરના હાથ લાંબા છે ? તેવુ પ્રબુદ્ધ નાગરિકો મા ચર્ચાઈ રહ્યુ છે શું આ અબળા ને ન્યાય મળશે ? કે ડો.વિજય ગરચરના રાજકીય સંબંધોમા આ બનાવ ભીનો સંકેલાઈ જશે ?
વિસાવદર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 17મી ફેબ્રુઆરીએ એક તબીબીના ચાલુ ફરજે રંગરેલીયાનો બનાવ છાપરે ચઢયો હતો અને સમગ્ર પંથકમાં ચકચાર જગાવી હતી. સરકારી આરોગ્ય કેન્દ્રમાં જ આવા નિર્લજ્જ કરતૂતો કરનાર સામે આકરા પગલાની માંગ ઉઠી હતી.
અલબત્ત તબીબના રંગરેલીયાના પ્રકરણમાં જવાબદારો જ પોતાની ફરજ બજાવવામાં આંખ આડા કાન કરી વરવી ભૂમિકા ભજવતા હોવાની ફરિયાદ ઉઠી છે. રંગરેલીયા કાંડમાં કસૂરવાર સામે કેવા પગલા લેવાયા ? તેના જવાબમાં પણ વિસાવદર સામૂહિક આરોગ્ય કેન્દ્રના જવાબદારો બેખોફ જ જણાવે છે ક, હજુ રંગરેલીયા કરનાર તબીબ પાસેથી કોઇ ખુલ્લાસો પુછાયો નથી કે પગલા ભરાયા નથી.
- Advertisement -
આરોગ્ય કેન્દ્રના જવાબદાર અધિકારીઓ પગલા લેવામાં લાજ કાઢે છે. આ બનાવ જયારે પ્રકાશમાં આવ્યો તે દિવસે વિસાવદર પોલીસ, મામલતદાર કચેરીના કર્મચારીઓ, સામાજીક આગેવાનો હોસ્પિટલમાં સતત સાવરથી સાંજ સુધી હાજર રહેતા પ્રાંત અધિકારી મામલતદારના સંપર્કમાં હોય આ સમગ્ર બનાવ ટોક ઓફ ટાઉન બન્યો હોવા છતાં રંગરેલીયા ફેઇમ ડોકટરને ફેઇમ ડોકટરને જાણે કે ચાનક ચઢાવતી હોય તેમ હજુ સુધી જવાબદાર અધિકારી દ્વારા કોઇ પગલા ન લેવાતા આશ્ર્ચર્ય સાથે સમાજે એક આંચકો અનુભવ્યો છે. હવે આ પ્રકરણમાં આગળ શું થશે કે ઘેના ઠામમાં ઘી પાડી દેવાયુ છે તે તો આગામી સમયે જ બતાવશે.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ વિસાવદર પત્રકારોના નામે પાંચ લાખનો એક આગેવાને તોડ કર્યાનું જાણવા મળી રહ્યુ છે. ત્યારે પત્રકારો પણ એક સંગઠન રચી સમગ્ર મામલે ઉંડાણ પૂર્વક તપાસ કરી ડોકટર સામે કડક કાર્યવાહી કરે તેવી માંગણી ઉઠી છે.
આરોગ્ય તંત્રની લાલીયાવાડી
વિસાવદર અરોગ્ય કેન્દ્રના ડોકટર વિજય ગરચરે કરેલા કારનામાના બનાવ મામલે વિસાવદરમાં જોર શોરથી ચર્ચા જાગી છે ત્યારે આટલા દિવસો વિતવા છતા જૂનાગઢ જિલ્લા આરોગ્ય અધિકારી અને તંત્ર દ્વારા લાલીયાવાડી ચાલતી હોય તેવુ જોવા મળી રહ્યુ છે. અનેક સ્થાનિક લોકોની રજૂઆત કરવા છતા હજુ સુધી કોઇ યોગ્ય તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી શું વિસાવદરના આરોગ્ય કેન્દ્રના ડોકટર વિજય ગરચરે અન્ય અધિકારીઓને મોન કરી દીધા છે કે શું તેવા અનેક સવાલો ઉભા થયા છે.