ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને વિકાસ સ્પતાહ અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બેટી બચાવો બેટી પઢાવો યોજના હેઠળ વિવિધ શાળાની દીકરીઓ દ્રારા બાલિકા દિવસ અને દીકરીના મહત્વ વિશે જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત વિશિષ્ઠ સિદ્ધિ મેળવેલ બાલિકા નું સન્માન કરવામાં આવ્યું હતુ. આ સાથે દીકરી વધામણા કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમાં કલેકટરે બાલિકાઓએ સાથે સંવાદ પણ સાધ્યો હતો. વિદ્યાર્થીનીઓએ પણ જુદા-જુદા પ્રશ્નો રજુ કર્યાં હતા. તેના અનુસંધાને વિદ્યાર્થીઓ સાથે પ્રેરક સંવાદ કર્યો હતો. ઉપરાંત રમત-ગમત ક્ષેત્રે પોતાના અનુભવો અને સિદ્ધિ, પોતાના ધ્યેય વિષે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ તકે વ્હાલી દીકરી યોજનાના મંજુરી હુકમ વિતરણનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ દીકરીઓને દરેક ક્ષેત્રે આગળ વધવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે તેમણે બાલિકાઓને કહ્યું કે, સ્વમાન માંગવું નહિ, પણ પોતાનું સ્વમાન જાતે મેળવવા પ્રયત્નોશીલ રહેવું જોઈએ તેમ જણાવ્યું હતું.