ખાસ-ખબર સંવાદદાતા
જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળકોની વિવિધ યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચે તે અનુસંધાને મહિલા અને બાળ કલ્યાણ વિભાગના ઠરાવ મુજબ તાલુકા કક્ષાએ રચવામાં આવેલ તાલુકા બાળ સુરક્ષા સમિતિની બેઠક તાલુકા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી તેમજ અલગ-અલગ વિભાગના સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં બાળકોની સુરક્ષા, અભ્યાસ અને વિકાસ અંગેની વિવિધ યોજનાઓ વિશે ચર્ચા કરવામાં આવી, તેમજ આગામી સમયમાં આ યોજનાઓનો વિસ્તાર કરવા માટે ગ્રામ્ય કક્ષાએ પણ મીટિંગનું આયોજન કરવામાં આવનાર છે. હાલમાં જૂનાગઢ જિલ્લાના માંગરોળ, ભેસાણ, કેશોદ અને વંથલી તાલુકા ખાતે આ સમિતિની મીંટીંગ પૂર્ણ કરવામાં આવી છે.