મેંદરડાના સામે કાંઠે બની રહેલ પુલમાં લોટ પાણીને લાકડાં
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.31
જૂનાગઢ જિલ્લાના મેંદરડા ગામના સામે કાંઠે બની રહેલ પુલની થતી કામગીરીમાં ગુણવતા સામે સવાલો ઉભા થઇ રહ્યા છે અને પુલનું કામ નબળું થતું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. અને પુલના બાંધકામમાં જાણે લોટ પાણીને લાકડા થતા હોઈ તેવું જોવા મળી રહ્યું છે. જયારે જાણવા મળ્યા મુજબ જૂની દીવાલો ઉપર પુલનું કામ થતી હોવાની રાવ ઉઠવા પામી છે.
- Advertisement -
મેંદરડા સામે કાંઠે બની રહેલ પુલનું કામ છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું છે જયારે આ પુલ કેશોદ – વંથલીને જોડતો પુલ છે ત્યારે જો આ પુલનું કામ નબળું થશે તો આગામી દિવસોમાં ચોમાસુ આવી રહ્યું છે અને ભારે વરસાદ પડશે તો પુલને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ગત ચોમાસામાં બિહારમાં પુલના નબળા બાંધકામના લીધે અનેક પુલ બેસી જવાના બનાવો સામે આવ્યા છે ત્યારે આ પુલની ગુણવતા કેટલી મજબૂત છે અને બાંધકામ કેવું છે તેના માટે જૂનાગઢ ડીડીઓ દ્વારા સ્થળ તપાસ કરીને બાંધકામની ચકાસણી કરવા માંગ ઉઠવા પામી છે.