સાઇબર ગઠીયા સામે લાલ આંખ કરી લાખો – કરોડો રૂપિયા પરત અપાવ્યા
જિલ્લાના 39 વ્યક્તિના 19.52 લાખ પરત અપાવ્યા: સાઈબર ફ્રોડના શિકારમાં 1.17 કરોડ એકાઉન્ટ બ્લૉક કરી રિફંડ પ્રોસેસ શરુ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
દેશ અને દુનિયામાં શોશ્યલ મીડીયા હરણફાળ ભરી રહ્યું છે તેની સાથે બેંકિંગ પ્રોસેસ પણ ઝડપી બની છે તેની સાથે સરળ પણ બની છે ત્યારે આજના યુગમાં સાઈબર ક્રાઇમ વધ્યો છે અને જેને સાઈબર ક્રાઇમ વિષે અજાણ છે તેવા વ્યક્તિ સાઇબર ક્રાઇમ નો શિકાર બની રહી છે ત્યારે પોલીસ દ્વારા સાઈબર ફ્રોડ વિષે અનેક જન જાગૃતિ ફેલાવો કરેછે છતાં હજુ અનેક લોકો સાઇબર ફ્રોડમાં લાખો – કરોડો નાણા ગુમાવી રહ્યા છે જેની સામે જૂનાગઢ એસઓજી સાઈબર સેલ દ્વારા ફ્રોડ બનેલ વ્યક્તિ ના રૂપિયા રૂપિયા પરત આપવામાં સફળતા મળી છે.
જૂનાગઢ રેંજ આઇજી નિલેશ જાજડીયા તેમજ જિલ્લા પોલીસ અક્ષિક હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સાયબ ક્રાઇમના વધતા જતા બનાવોને ઘ્યાને લઇ આવા ગુનાઓ બનતા અટકાવવા લોકોને સાયબ ક્રાઇમ અંગે જાગૃત કરવા તેમજ આવા બનાવોમાં લોકોએ ગુમાવેલ નાણા રીફંડ થાય તેવા પ્રયત્નો કરવા સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને/ આઇ/સી જિલ્લા સાયબ ક્રાઇમ સેલના પીઆઇ એ.એમ.ગોહીલ તથા પીએસઆઇ એમ.જે.કોડીયાતર સહિત પોલીસ સ્ટાફ સતત પ્રયત્નશીલ છે.
- Advertisement -
આજના ટેકનીકલ સાયબ યુગમાં સાયબર ગઠીયાઓ દ્વારા અલગ અલગ મોડસ ઓપરેન્ડી મારફત લોકોને સાયબર ફ્રોડનો ભોગ બનાવે છે જેમાં ક્રેટીડ કાર્ડ, ટેબીટ કાર્ડ અપડેશન ફોન, ઓટીપી ફોડ, જોબ ફ્રોડ, વીજ બીલ ફ્રોડ, પોલીસ આર્મી જવાનની ખોટી ઓળખ આપવી વગેરે જેવી અલગ અલગ મોડસ ઓપરેન્ડી મારફત લોકોને લલચાવી છેતરપીંડી કરી લેતા હોય છે આવા સાયબ ફ્રોડના બનાવમાં લોકો દ્વારા સાયબ હેલ્પ લાઇન નં.1930 પર તાત્કાલીક ફરિયાદ કરવામા: આવેલ હોઇ જે અનુસંધાને જૂનાગઢ જિલ્લા કેટલાક મહીનાઓમાં સાયબ ફ્રોડના કુલ 39 બનાવોમાં જૂનાગઢ જિલ્લા સાયબ સેલ દ્વારા તાત્કાલીક કાર્યવાહી કરી ટેકનીકલ સર્વેલન્સના માઘ્યમથી કુલ રૂા.19,52,015/- જેટલી મોટી રકમ સાયબ ફ્રોડનો ભોગ બનેલ નીચે મુજબ અરજદારશ્રીઓના બેન્ક ખાતામાં રીફન્ડ કરાવવામાં આવેલ છે તેમજ આવી સાયબ ફ્રોડની ફરિયાદોમાં ફ્રોડ થયેલ રકમ પૈકી કુલ 1,17,28,875 જેટલી મોટી રકમ ફ્રોડ કરનાર વ્યક્તિઓના એકાઉન્ટમાં બ્લોક કરવામાં આવેલ જેની પણ રીફન્ડ પ્રોસેસ ચાલુમાં છે. આ સાયબર ફ્રોડમાં જૂનાગઢ એસઓજી સાયબર સેલના પીઆઇ એ.એમ.ગોહિલ તથા પીએસઆઇ એમ.જે.કોડીયાતર તેમજ એએસઆઇ દિપક જી.જાની, પોલીસ હેડ.કોન્સટેબલ, પરેશભાઇ ચાવડા, રવિરાજ વાળા, બ્રિન્દા એસ.ગીરનારા, કૃણાલસિંહ પરમાર, માનસિંહ રાઠોડ, મયુર ઓડેદરા, રોહીતસિંહ બારડ વિગેરે સ્ટાફ દ્વારા સાઇબર ક્રાઇમનો ભોગ બનનાર વ્યક્તિની ફરિયાદના આધારે સતત પ્રયત્ન શીલ કરી અને લોકોએ ગુમાવેલા નાણાં માટે સતત વોંચ રાખી અને ગુમાવેલા રૂપિયા પરત અપાવવામાં સફળ કામગીરી કરી રહ્યા છે.
સાઇબર ક્રાઇમમાં ફ્રોડ થાય તો લોકોએ શું કરવુ
જૂનાગઢ જિલ્લામાં કોઇ પણ નાગરીક સાયબ ફ્રોડનો ભોગ બને તો તાત્કાલીક હેલ્પલાઇન નં.1930 પર ફોન કરી અથવા ઓનલાઇન પોર્ટલ વિિંાંત://ભુબયભિશિળય.લજ્ઞદ.શક્ષ/ પર ફરિયાદ કરવા તથા જિલ્લા સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરવા લોકોને અપિલ કરવામાં આવી છે.