ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢના પંચેશ્ર્વર ખાડિયા વિસ્તારમાં હેતો બુટલેગર ઉકા વેજાભાઇ કોડીયાતર તેના રહેણાંક મકાનમાં દેશી દારૂ બનાવવાની પ્રવૃતિ કરતો હોવાની માહિતી મળતા એલસીબીના પીઆઇ જે.જે.પટેલના માર્ગદર્શનમાં તેમના સ્ટાફે દરોડો પાડી મકાનની ડેલી પાસથી જી.જે.03 ડીજી 2863 નંબરની કારમાંથી રૂપિયા 13,800નો 138 લિટર દેશી દારૂ કબ્જે કર્યો હતો.
તેમજ મકાન પાછળના ભાગે ગોકળામાં જમીનમાં દાટેલ રર બેરલ આથો મળી આવ્યો હતો. ક્રાઇમ બ્રાંચે દારૂ, આથો અને કાર સહિત કુલ 1,74,800નો મોઢામાં કબ્જે લીધો હતો. આ કાર્યવાહી દરમિયાન ઉકા વેજા હાજર નહીં મળી આવતા તેની સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.