ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સ્વચ્છતા હી સેવા સફાઈ ઝુંબેશના ભાગરૂપે જૂનાગઢ મનપા દ્વારા વોર્ડમાં સ્વચ્છતાની જાગૃતિ માટે રંગોળી કરવામાં આવી હતી. તેમજ વોર્ડ નં.3 માં મજેવડી ગેટથી ધારાગઢ રોડ અને ભરડાવાવ રોડ વિસ્તાર કે, જે આગામી દિવસોમાં દિવાળીના તહેવાર અને પરિક્રમા પણ આવતી હોય તેની તૈયારીના ભાગરૂપે ખાસ સઘન સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.જેમાં કચરો તેમજ સીએનડી વેસ્ટ તથા ઝાડી ઝાંખડા સહીત આશરે 42 ટન કચરોનો 70 કામદારો તેમજ 3 ટ્રેકટર,1 જેસીબી અને 1 સૂપડીની મદદથી નિકાલ કરવામાં આવ્યો હતો.
જૂનાગઢ: ‘સ્વચ્છતા હી સેવા’ સંદર્ભે જનજાગૃતિ માટે રંગોળી સાથે સાફ સફાઈ
