ગિરનાર અંબાજી મંદિર ટોચ પરથી લેવાયેલી અલભ્ય તસ્વીર
જૂનાગઢ ભવનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રી મેળો ચાલી રહ્યો છે.ત્યારે ગિરનાર અંબાજી મંદિરના ટોચ પરથી અલભ્ય તસ્વીર મોબાઈલ કેમેરામાં કેદ થઇ છે.જેમાં અંબાજી મંદિર પરિસર અને ભવનાથ તળેટીમાં ચાલતા મહાશિવરાત્રી મેળામાં રોશનીનો ઝળહળાટ સાથે જૂનાગઢ શહેર લાઈટોથી ઝળહળી ઉઠ્યું છે.જયારે ગિરનાર અંબાજી મંદિર પરથી રાત્રીના સમયે ભવનાથ તળેટી અને જૂનાગઢની ઝળહળતી લાઇટોનો નજારો કંઈક અલગ જોવા મળે છે.જેમાં અંબાજી પરિસરમાં અનેક યાત્રિકો આરામ કરતા પણ જોવા મળી રહ્યા છે.



