ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ની 74 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં જૂનાગઢ ના તમામ એસોસિયેશન ના હોદ્દેદારો ઊપસ્થિત રહ્યા હતા અને પ્રમુખ વિજયભાઇ દોમડિયા એ સંસ્થાની ગત વર્ષની કામગીરીનો અહેવાલ આપ્યો હતો અને આગામી સમયમાં કરવાનાં કાર્યોની રૂપરેખા આપી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાનુ ચેમ્બર અને વિવિધ એસોસિયેશન દ્વારા સ્ટેશનરીની કીટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય સંજયભાઈ એ વેપાર ઉધોગના વિકાસ માટે તથા પ્રશ્નો બાબત સઘન પ્રયાસો કરવા વચન આપી પૂર્ણ રીતે સાથ સહકાર આપવાની ખાત્રી આપી હતી. આ ઊપરાંત સંસ્થાના વડીલ માર્ગદર્શક પૂર્વ મંત્રી બી. જે. દેસાઈનુ સંસ્થાની તથા જૂનાગઢની 30 વર્ષ જેટલો સમયની સેવા અને ઉપલબ્ધિઓ બદલ ચેમ્બર તથા તમામ એસોસિયેશન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. દેસાઈએ જૂનાગઢમાં વિકાસની અપાર શક્યતાઓ અંગે ઘ્યાન દોરીએ દિશામાં કાર્યરત રહેવા ધારાસભ્ય અને ચેમ્બરની ટીમ ને શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં જૂનાગઢના પૂર્વ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનું સન્માન કરાયું હતું.
જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ 74મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ
