60 વર્ષના નિયમને લઇને દાવેદારી કરી ન હતી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભાજપના અનેક નગરસેવકોની ગાડલાઇ મુજબ ટિકિટ કપાઇ રહી છે. આવી સ્થિતિના કારણે બોડીના ભાજપના નગરસેવકે ભાજપને રામ રામ કહી અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી દેતા ભાજપમાં ભંગાણ શરૂ થઇ ગયુ છે. આ વખતે ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની જે ગાઇડલાઇન નકકી કરી છે તે મુજબ 60 વર્ષ, 3 ટર્મ ચૂંટણી લડેલા, પક્ષના હોદેદારો હોય તેઓએ રાજીનામું આપી ટિકીટ માંગવાની હતી. આ ગાઇડલાઇન મુજબ વોર્ડ નં.10ના ભાજપના નગરસેવક હિતેન્દ્ર ઉદાણી 60 વર્ષથી વધુની ઉંમર ધરાવતા હોવાથી તેમને ટિકીટ મળે તેમ ન હોવાથી તેઓ માંગણી કરવા માટે પણ ગયા હતા. તેઓએ વોર્ડ નં.10માં પક્ષ ઉમેદવાર તરીકે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યુ છે. આમ ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થતા તે પહેલા જ ભાજપના નગરેવકે અપક્ષ ઉમેદવારી નોંધાવી દેતા રાજકારણમાં ગરમાવો શરૂ થઇ ગયો છે.