ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ત્રણ વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય મળવા બદલ જુનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માનાં અધ્યક્ષસ્થાને કાળવા ચોક ખાતે ઉજવણી કરવામાં આવી હતી સાથે ભવ્ય આતશબાજી કરી હતી જેમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મેયર ગીતાબેન પરમાર ,ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, શાસક પક્ષના નેતા કીરીટભાઇ ભીંભા, મહામંત્રી ભરતભાઈ શિંગાળા, મનનભાઈ અભાણી, વિનુભાઇ ચાંદગેરા, પ્રદેશ હોદેદારો, કોર્પોરેટર, વોડે પ્રમુખ મહામંત્રી, યુવા મોરચાના પ્રમુખ મહામંત્રી, બક્ષીપંચ મોરચા પ્રમુખ મહામંત્રી, મહિલા મોરચાના પ્રમુખ મહામંત્રી તથા આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા મિડીયા વિભાગનાં જીતેન્દ્ર ઠકરાર, યસ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા તેમ સંજય પંડ્યાની યાદીમાં જણાવ્યું છે.
વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ જૂનાગઢ ભાજપ દ્વારા વિજયોત્સવ ઉજવ્યો
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/12/વિધાનસભા-ચૂંટણીમાં-ભવ્ય-વિજય-બાદ-જૂનાગઢ-ભાજપ-દ્વારા-વિજયોત્સવ-ઉજવ્યો-860x484.jpg)